ગુંડા વિરોધી પથકમાં કાર્યરત દિપક તાયડેએ નોંધાવેલી સુમોટો ફરિયાદ અનુસાર રવિવાર તા.૩૦ એપ્રિલના રોજ સમગ્ર ટીમ મુલુન્ડ (વે.)માં બી.આર. રોડ સ્થિત અક્ષય બાર અને રેસ્ટોરન્ટ પર પહોંચી હતી એ સમયે મુલુન્ડ પોલીસ સ્ટેશનના નાઈટ ડયુટી ઓફીસ૨ મજગે પણ ત્યાં તપાસણી માટે આવ્યા હતા. બંને ટુકડી અક્ષય બારમાં પ્રવેશી પ્રથમ માળ પર અક્ષયબારના મેનેજર પ્રદીપકુમાર સહિત ૨૦ જેટલી લેડીઝ વેઈટ્રેસ મળી આવી હતી. જેમાં આઠ મહિલા વેઈટ્રેસ અને આઠ મહિલા પણ જણાઈ હતી.
આ સરકારી આદેશનું સરાસર ઉલ્લંઘન છે. સ૨કા૨ના નિયમ અનુસાર અક્ષય બારમાં આઠ મહિલા કર્મચારીઓ હોવી જોઈએ પરંતુ અત્રે ૨૦ મહિલાઓ જણાઈ આવી હતી. આઈપીસી કલમ ૧૮૮ અને ૩૪ હેઠળ અક્ષય બા૨ના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w