લગ્ન બાદ પીડિત મહિલા અને તેના પરિવારના સભ્યોને માનસિક ત્રાસ આપવાનો અને તેમની પરવાનગી વિના પીડિત મહિલાના કિંમતી દાગીના પડાવી લેવાનો મામલો મુલુંડ પૂર્વમાં પ્રકાશમાં આવ્યો છે. હાલ નવઘર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવઘર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૯ વર્ષીય મહિલા મુલુંડ પૂર્વની રહેવાસી છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં પીડિતાના લગ્ન રાજેશ સોહનલાલ ભાટી સાથે થયા હતા. લગ્નના થોડા મહિનાઓ સુધી બંને પરિવાર વચ્ચેના સંબંધો સામાન્ય હતા. પરંતુ થોડા મહિનાઓ પછી, છોકરાના પરિવારના સભ્યોએ પીડિત મહિલા અને તેના પરિવારના સભ્યોને બિનજરૂરી રીતે હેરાન કરવાનું શરૂ કર્યું. આટલું જ નહીં, રાજેશ ભાટીના પરિવારજનો પીડિતા પર કોઈ કારણ વગર અનેકવાર હાથ ઉપાડતા હતા.
આ સંદર્ભમાં ઘણી વખત મહિલા રાજેશના પરિવારજનો સાથે ચર્ચા કરવા માંગતી હતી. જોકે, દર વખતે રાજેશનો પરિવાર પીડિત મહિલા અને તેના પરિવારના સભ્યોને માનસિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં, તેણે લગ્ન દરમિયાન પીડિતાના પરિવારે આપેલા ૬૫ તોલા સોનાના દાગીના અને ૩ કિલો ચાંદીની પ્લેટ પણ પડાવી લીધી હતી અને ઘણી વખત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
જો કે, જ્યારે મહિલાએ રાજેશ અને તેના પરિવારના સભ્યો સાથે સોનાના દાગીના અને અન્ય વસ્તુઓ વિશે વાત કરી, ત્યારે રાજેશે કહ્યું કે તેના પરિવારના સભ્યો ના પાડી રહ્યા હોવાથી દાગીના તે પરત આપી શકશે નહીં. દરમિયાન પીડિત મહિલાની નોકરી પણ શરૂ કરવામાં આવી હતી.પરંતુ મહિલાના સાસરિયાઓએ તેને આ કામ કરવાની ના પાડી દીધી હતી. જેના બાદ માનસિક તકલીફોથી કંટાળીને પીડિત મહિલાએ નવઘર પોલીસ સ્ટેશન જઈને ઘટનાની જાણ કરી હતી. નવઘર પોલીસે આઇપીસીની કલમ ૩૨૩, ૩૪ અને ૪૯૮અ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz