શિવસેના બાલાસાહેબ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને ટેક્સ મેસેજ અને ફોન દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે, ‘જો તું દિલ્હીમાં દેખાઈશ તો તને એ.કે. ૪૭ દ્વારા ઉડાડી મૂકવામાં આવશે.’
ટેક્સ મેસેજ અને ફોન દ્વારા ધમકી આપનાર શખ્સ અત્યારે જેલમાં રહેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હોવાનું પોતાને જણાવ્યું હતું. પોલીસે આ અંગે પુના સ્થિત એક શખ્સની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે.
તે સર્વવિદિત છે કે તે ગેંગે જ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને પણ આ પ્રકારની જ ધમકી આપી હતી. તેમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું. આ પછી ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના આ નેતાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
તેમણે કહ્યું કે, મેં પોલીસને આ ધમકી અંગે માહિતગાર કરી છે પરંતુ હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા હોય તેમ મને લાગતું નથી. મને ગઈકાલે રાત્રે તે સંબંધે ફોન પણ મળ્યો હતો તેથી મેં સરકારને અને ગૃહમંત્રીને મારી ધમકી અંગે માહિતી આપી ત્યારે તેઓએ તે ધમકી હસી કાઢી હતી અને કહ્યું હતું કે, તે કોઈ ‘સ્ટંટ’ હશે. સરકાર તો રમખાણો કરાવવામાં, ગુંડાગીરી વધારવામાં અને ત્રાસ ફેલાવવામાં જ વ્યસ્ત છે. તેમ તેઓએ પત્રકારોને જણાવ્યું હતું.
રાઉતની ફરિયાદને સાચી કહેતા પોલીસ અધિકારીએ કહ્યું હતુ કે, તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી અપાઈ છે. ભીતિ છે કે તેઓની સ્થિતિ પણ સિદ્ધુ મુસલેવાલા જેવી થવા સંભવ છે. સલમાન ખાનની ફરિયાદના પગલે પોલીસે જોધપુરમાંથી લુણીના વતની ધાકડરામની ધરપકડ કરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz