વર્ષભરની સંપૂર્ણ ફી ભરી ન હોવાને લીધે વિદ્યાર્થીઓના રીઝલ્ટ અટકાવાયાની ફરિયાદો જો વાલીઓ પાસેથી આવી તો સંબંધિત સ્કૂલ પર કાર્યવાહી કરવામાં આવશે, એવું સ્કૂલ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કહ્યું છે. આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો વાલીઓએ સીધો સ્કૂલ શિક્ષણ વિભાગનો સંપર્ક સાધવો, એવું પણ ડિરેક્ટોરેટ દ્વારા કહેવાયું છે.
એપ્રિલ મહિનાના અંતમાં કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં જ સ્કૂલો દ્વારા પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ તે પહેલાં સ્કૂલો વાલીઓ પાસેથી શૈક્ષણિક વર્ષની બાકી રહેલી તેમજ આગામી વર્ષની ફી એક સાથે માગી રહી છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલોનું શૈક્ષણિક વર્ષ પૂરું થયું છે. સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોના પરિણામ જાહેર થઈને નવું શૈક્ષણિક વર્ષ પણ શરુ થઈ ગયું છે. આથી સ્કૂલોએ ફી વસૂલી શરુ કરી છે.
ફી ભરો અન્યથા ઉપલાં વર્ગમાં એડમિશન મળશે નહીં, એવો ભય વાલી-વિદ્યાર્થીઓને દર્શાવાઈ રહ્યો છે. જેને કારણે વાલીઓ ગુસ્સે ભરાયા છે. આથી જો આ રીતે સ્કૂલો દ્વારા રીઝલ્ટ અટકાવવામાં આવે તો સંબંધિત વિદ્યાર્થી કે તેના વાલીએ લેખિતમાં ફરિયાદ કરવી, આવી સ્કૂલો પર શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, એવું પ્રાથમિક શિક્ષણ સંચાલનાલય (ડિરેક્ટોરેટ)ના સંચાલકે જણાવ્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w