મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકતો નથી. પરભણીથી આરોપીઓને નાગપુર લઈ જઈ રહેલી પોલીસ વેનને પાછળથી આવતા ટ્રકે અડફેટે લેતાં મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. પોલીસ વેનમાંના આરોપીઓ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વર્ધાથી 5 કિમી દૂર પિંપરી મેઘે નજીકના પાંઢરકવાડા ગામ પાસે શનિવારે આ ઘટના બની હતી.
આ અકસ્માતમાં મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર નેહા ચવ્હાણનું મોત થયું હતું, જ્યારે આરોપી વૈદ્યનાથ શિંદે સાથે આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુખવિંદર સિંહ, મિથુ જગડા અને ડ્રાઈવર શમ્મી કુમાર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સાવંગીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હરિયાણાના પંચકુલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર નેહા ચવ્હાણ અને તેના સાથીદારો છેતરપિંડીના કેસમાં આરોપી વૈદ્યનાથ શિંદેને લઈને બોલેરો પોલીસ વાહનમાં નાગપુર તરફ જઈ રહ્યા હતા. સમૃદ્ધિ હાઇવે પર પાંઢરકવાડા ગામની સીમમાં પાછળથી આવતી ટ્રકે પોલીસ વેનને અડફેટે લીધી હતી.
અકસ્માતની માહિતી મળતાં જ સાવંગી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ધનાજી જલક, પોલીસ અધિકારી સંદીપ ખરાત અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાઇવે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રક ચાલકની અટક કરી છે. ટ્રકમાંથી પિસ્તોલ સાથે 15 રાઉન્ડ મળી આવતાં તે પોલીસે કબજામાં લીધા છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w