થાણા ચિતલસર પોલીસે મંગળવારે આઇટી ઍક્ટ અંતર્ગત કેસ નોંધ્યો
થાણેની એક વ્યક્તિએ આફ્રિકન દેશની કૅન્સલ ટ્રિપનું રીફન્ડ મેળવવા માટે ગૂગલ સર્ચના રિઝલ્ટ પર વિશ્વાસ કર્યા બાદ સાઇબર છેતરપિંડીમાં આશરે ૪.૮૦ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
પોલીસ-ફરિયાદમાં તે વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે કેન્યાની રાજધાની નાઇરોબીની ૨૯ એપ્રિલે જવાની અને પાંચમી મેએ રિટર્ન ટિકિટ બુક કરી હતી. તે અને તેનો મિત્ર મોમ્બાસા શહેરની મુલાકાતે જવાના હતા. બાદમાં આયોજન બદલાતાં ટિકિટ કૅન્સલ કરીને રીફન્ડ મેળવવાનું નક્કી કર્યું હતું. તેણે ૧૧ એપ્રિલે એ માટે ઍરલાઇનની વેબસાઇટ પર રીફન્ડનું ફૉર્મ ભર્યું હતું
ફરિયાદી જ્યારે ઍરલાઇનની હેલ્પલાઇનનો સંપર્ક ન કરી શક્યો ત્યારે તેણે ગૂગલ સર્ચ કરીને એમાં રિઝલ્ટ આવ્યું એ મુજબ ઍરલાઇનનો કૉન્ટૅક્ટ-નંબર ડાયલ કર્યો હતો. ત્યારે સામેથી કહેવામાં આવ્યું કે ઍરલાઇનની ટેક્નિકલ ટીમ તેની સાથે સંપર્કમાં રહેશે અને તેને રીફન્ડ આપશે.
ત્યાર બાદ એક વ્યક્તિએ ફરિયાદી સાથે વાત કરીને કહ્યું કે તેને ૧.૨૫ લાખ રૂપિયા રીફન્ડ મળશે. એ માટે તેને એક ઍપ ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એના દ્વારા તેના ફોનનું ઍક્સેસ મેળવીને તેના ખાતામાંથી ૪.૮૦ લાખ રૂપિયા ચોરી લેવામાં આવ્યા હતા. તે વ્યક્તિની ફરિયાદના આધારે થાણા ચિતલસર પોલીસે મંગળવારે આઇટી ઍક્ટ અંતર્ગત કેસ નોંધ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને હજી સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w