જુહૂ ચોપાટી પર બનાના બોટ પલટી ખાઈ જતા ૧૬ વર્ષીય કિશોરે જીવ ગુમાવ્યો હતો. સાંતાક્રુઝ પોલીસે સ્પીડ બોટના ચાલક સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.
સમુદ્રમાં બોટ પલટી ખાઈ ગયા બાદ તેમણે મદદ માટે બૂમાબૂમ કરી હતી. પરંતુ ૧૦ મિનિટ બાદ મદદ મળી હોવાનું કહેવાય છે.
માહિમ (પશ્ચિમ)માં પોલીસ કોલોનીમાંથી છકુલી ઉંડે (ઉં.વ.૨૨) તેના નાના ભાઈ નિખિલ (ઉં.વ.૧૬) સામે ૧૯ એપ્રિલના સાંજે જુહૂ ચોપાટી પર ફરવા ગઈ હતી. તેમણે બોટિંગ કરવાનું નક્કી કર્યું હતું. આથી છકુલી, નિખિલ, તેના માસિયાઈ ભાઈ સાહિલ (ઉં.વ.૧૬), પ્રશાંત (ઉં.વ.૨૩), તેમજ અન્ય ત્રણ વ્યક્તિ બનાના રાઈડ બોટમાં બેઠા હતા.
બનાના બોટને સ્પીડ બોટ સાથે જોડવામાં આવી હતી. સ્પીડ બોટ કુણાલ માંગેલા (ઉં.વ.૨૫) ચલાવતો હતો. પરંતુ તેણે ઝડપથી બોટ ચલાવી હતી. બોટ અચાનક બંધ પડી ગઈ હતી અને તમામ લોકો પાણીમાં ખાબક્યા હતા.
તેમણે લાઈફ જેકેટ પહેર્યા હતા. આમ છતાં તે નિખિલના નાક અને મોઢામાં પાણી ગયું હતું. તે બેભાન થઈ ગયો હતો. કિશોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે નિખિલનું મોત નિપજ્યું હતું.
પોલીસે બેદરકારીપૂર્વક ઝડપથી બોટ ચલાવવા બદલ ચાલક સામે કેસ દાખલ કર્યો છે. બનાના રાઈડ માટે બોટના કર્મચારી પાસે મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ (એમએમબી) પરવાનગી હોવાની તપાસ કરી છે. આ મામલામાં વધુ તપાસ ચાલુ છે એમ સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w