- કર્ણાટકમાં ચૂંટણી 10 મેના રોજ ચૂંટણી
- કર્ણાટકના કોની બનશે સરકાર?
- ભાજપને મળી શકે છે 74થી 86 સીટો
કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પક્ષો તેમની સરકાર બનવાનો દાવો કરી રહ્યા છે. આની પાછળ પાર્ટીઓ દાવો કરી રહી છે કે લોકો તેમની સાથે છે. લોકો કઈ પાર્ટીને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે તે સવાલના સંદર્ભમાં ‘ઓપિનિયન પોલ’નો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
ઓપિનિયન પોલમાં બસવરાજ બોમાઈ સરકારને ઝટકો લાગ્યો કારણ કે કોંગ્રેસને બહુમતી મળવાની ધારણા છે. કર્ણાટકની 224 સીટોમાંથી ભાજપને 74થી 86 સીટો, કોંગ્રેસને 107થી 119, કુમારસ્વામીની જેડીએસને 23થી 35 અને અન્યને 0-5 સીટો મળી શકે છે.
ક્યાં કોને કેટલી સીટો મળી?
સેન્ટ્રલ કર્ણાટકની 35 સીટોમાંથી ભાજપને 12-16 સીટો, કોંગ્રેસને 19-23, જેડીએસને 0-1 અને અન્યને 0-1 સીટો મળવાની અપેક્ષા છે. જ્યારે કોસ્ટલ કર્ણાટકમાં ભાજપને 15-19 સીટો અને કોંગ્રેસને 3-5 સીટો મળી રહી છે. અહીં જેડીએસ અને અન્યનું ખાતું પણ નથી ખુલી રહ્યું.
અહીં ભાજપને મળી શકે છે 50માંથી માત્ર 20-24 સીટો
મુંબઈ કર્ણાટકની 50 સીટોમાંથી ભાજપને 20-24 સીટો, કોંગ્રેસને 26-30 સીટો અને જેડીએસને 0-1 સીટ મળવાની અપેક્ષા છે. પોલમાં ગ્રેટર બેંગ્લોરની 32 સીટોમાંથી ભાજપને 11થી 15 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 15-19 સીટો પર જીતી શકે છે. જેડીએસને 2થી 4 સીટ અને અન્યને 0-1 સીટ મળી શકે છે.
ઓલ્ડ મૈસૂરમાં ભાજપને લાગ્યો ઝટકો
ગ્રેટર બેંગલુરુની 32 સીટોમાંથી ભાજપને 11થી 15 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 15-19 સીટો જીતી શકે છે. જેડીએસને 2થી 4 સીટ અને અન્યને 0-1 સીટ મળી શકે છે. ઓલ્ડ મૈસૂરમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે અહીંની 55 સીટો પર પાર્ટીને (ભારતીય જનતા પાર્ટી) ડબલ ડિઝિટમાં સીટો મળે તેવું દેખાઈ રહ્યું નથી. ભાજપને 3-7 સીટો, કોંગ્રેસને 21થી 25 સીટો અને જેડીએસને 25થી 29 સીટો મળી શકે છે. હૈદરાબાદ કર્ણાટકની 31 સીટોમાંથી ભાજપ 8-12 અને કોંગ્રેસ 19-23 સીટો જીતી શકે છે. આ સિવાય જેડીએસ અને અન્યને અહીં 0થી 1 સીટ મળે તેવું અનુમાન છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w