મુલુન્ડ (વે)માં એસ.એન. રોડ સ્થિત તાંબેનગરમાં રહેતા અને એપીએમસી માર્કેટ વાશીમાં હોલસેલમાં કરિયાણાનો વ્યવસાય કરતાં પ્રકાશ વેલજી ગણાત્રા (૫૭)એ તેમના મિત્ર થકી ઓળખાણ થયેલા ચેમ્બુરના નિવાસી ફાઈનાન્સ૨ પ્રવીણ ઓભાનની કંપનીની ગોલ્ડ વીશી સ્કીમમાં બે હપ્તામાં રૂા.૯,૩૮,૯૯૭ રોક્યા હતા. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ ના બે વર્ષના ગાળાના અંતે પ્રવીણ પ્રકાશભાઈને કુલ રૂા.૧૪.૫૫લાખ પરત કરવાનો હતો. પરંતુ આજ સુધી આ ૨કમ પ્રકાશભાઈના બેંકના ખાતામાં જમા થઈ નથી. પ્રકાશભાઈએ પ્રવીણ પાસે અનેક વખત તેમની હકની રકમ પાછી આપવાની વિનંતી કરી પરંતુ પરિણામ શૂન્ય આવતા તેમણે મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં પ્રવીણ વિરૂદ્ધ કોઈપણ શાસકીય ૫રવાનગી વગર વીશી ચલાવીને તેમની સાથે રૂા.૯,૩૮,૯૯૭ની છેતરપિંડી ક૨વા બદલ ફરિયાદ નોંધાવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w