થાણેમાં હોટેલ નજીક દરોડા પાડીને હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. દેહવ્યવસાય કરાવતી ૨૩ વર્ષીય મોડેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણ યુવતીને સેક્સ રેકેટમાંથી બચાવી લેવામાં આવી હતી.આ મામલા થાણેના રાબોડી પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
માનવ તસ્કરી વિરોધી સેલના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ પાટીલે જણાવ્યું હતું કે ‘પોલીસને એવી માહિતી મળી હતી કે એક મોડેલ ટીવી સિરિયલ, વેબ સિરિઝ અને મોડેલિંગ ઉદ્યોગમાં કામ કરતી યુવતીઓને દેહવ્યવસાયમાં ધકેલતી હતી. જેના આધારે પોલીસે એક હોટેલ નજીક દરોડો પાડયો હતો અને આરોપી મોડેલની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઓપરેશન વખતે મોડેલિંગ કરતી ત્રણ યુવતીને બચાવવામાં આવી હતી. તાજેતરમાં મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાન્ચે ગ્રાહકોને મોડેલ પૂરી પાડતી ૨૭ વર્ષીય કાસ્ટિંગ ડાયરેક્ટર આરતી મિલકતની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી વખતે બે મોડેલને બચાવી લેવામાં આવી હતી.
ઓશિવરામાં રહેતી મોડેલને સારા પૈસા આપવાની લાલચ આપી તેમના પાસે દેહ વ્યવસાય કરાવતી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w