આજના સમયમાં માથામાં દુખાવો એ ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ જો દરરોજ તમારા દિવસની શરૂઆત માથાના દુખાવાથી થઈ રહી હોય તો તે બિલકુલ સામાન્ય નથી.
શું તમારા દિવસની શરૂઆત માથાના દુખાવાથી થાય છે… શું તમે આંખ ખોલતા જ તમારા માથામાં ભારેપણું અને તમારી ગરદનમાં જડતા અનુભવો છો… શું તમને ઉઠતાની સાથે જ ઉબકા આવે છે… જો આ પ્રશ્નોના જવાબ હા હોય અથવા જો આમાંથી કોઈપણ એક પ્રશ્નનો જવાબ હા હોય, તો તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ગંભીર બનવાની જરૂર છે..
શા માટે સવારે માથામાં દુખાવો થાય છે?
જે લોકોને ગરદનના ક્રોનિક પેઈનની સમસ્યા હોય, તેમને સવારમાં ઘણીવાર માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે. જો કે હેડએકનું કારણ રાત્રે યોગ્ય પોશ્ચરમાં ન સૂવું, ગરદનની નસો પર દબાવ પણ હોઈ શકે છે. ગરદનના દુખાવાને કારણે માથાનો દુખાવો થવાની સમસ્યાને સર્વાઇકોજેનિક માથાનો દુખાવો કહેવામાં આવે છે. કારણ કે આ માથાનો દુખાવો સર્વાઇકલ સ્પાઇન અથવા સર્વાઇકલ સ્નાયુઓમાં કોઇ સમસ્યાને કારણે થાય છે.
સવારમાં થતા માથાના દુખાવાને લાંબા સમય સુધી અવગણશો નહીં. નહિંતર, સમય સાથે, દુખાવો વધીને ગરદન અને પછી ખભા સુધી પહોંચી શકે છે, જેના કારણે ગરદન જકડાઈ જવાની સમસ્યા થઈ શકે છે. જેને સામાન્ય ભાષામાં નેક સ્ટિફિંગ કહેવામાં આવે છે.
વારંવાર માથાનો દુખાવો?
જો અહીં દર્શાવેલ દર્દના પ્રકારોથી તમને કોઈપણ પ્રકારનો દુખાવો પરેશાન કરી રહ્યો હોય, તો ઘરેલું ઉપચાર અપનાવવાને બદલે, ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ..
-દરરોજ સવારે માથાનો દુખાવો
-રાત્રે સુતા પહેલા થતો માથાનો દુખાવો
– અચાનક શરૂ થયેલ માથાનો દુખાવો જે 15 થી 30 મિનિટમાં બંધ થઈ જાય છે
– માથાની એક બાજુ અથવા ચહેરાના કોઈપણ ભાગમાં દુખાવો
હેડએકને ટ્રીગર કરતા કારણો
દરરોજ એક સમયે માથાનો દુખાવો થવાના ઘણાં વિવિધ કારણો હોઈ શકે છે. પરંતુ તણાવ એ સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. એટલા માટે તમારી જાતને તણાવમુક્ત રાખવા રોજ કસરત, વૉક અને મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w