September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

મુલુંડમાં 6 માળની બિલ્ડિંગમાં લાગી આગ… ઘટના સ્થળે મુલુંડ પોલીસની ઉત્તમ કામગીરી

મુલુંડ વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ ધીરજ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ અહીં પહોંચી ગઈ હતી. નોંધનીય છે કે આ પહેલા, ગયા બુધવારે 16 માર્ચના પણ મુંબઈમાં જ એક સાત માળની બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ લગબગ 80 જણને બચાવવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ બાળકો સહિત 10ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

મુલુંડ-વેસ્ટના જટાશંકર રોડ પર અતિથિ હોટેલની સામે ગ્રાઉન્ડ પ્લસ છ માળના ધીરજ અપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં ગઈ કાલે બપોરે ૧૨.૦૪ વાગ્યે આગ ફાટી નીકળી હતી. એની જાણ સ્થાનિક મુલુંડ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે એ જ વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહેલા મુલુંડ પોલીસ સ્ટેશનના બે કૉન્સ્ટેબલ રાજેન્દ્ર હનુમંત શિંદે અને અર્જુન રાઠોડને આની જાણ થતાં તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા હતા. આગ ૪૦૩ નંબરના ફ્લૅટમાં લાગી હતી.

તપાસ કરતાં માહિતી મળી કે એક સિનિયર સિટિઝન મકાનમાં અટવાયાં છે. એથી આ બન્ને પોલીસ કૉન્સ્ટેબલ દાદરો ચડીને તે સિનિયર સિટિઝન મહિલાને ઊંચકીને સુખરૂપ નીચે લઈ આવ્યા હતા. દરમ્યાન ફાયર બ્રિગેડ પણ આવી પહોંચી હતી અને થોડી જ વારમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓને બન્ને કૉન્સ્ટેબલની કામગીરીની જાણ થઈ ત્યારે તેમણે બન્નેની બહાદુરી અને સમયસૂચક્તાને બિરદાવી હતી અને તેમને ૫,૦∞ રૂપિયાનું કૅશ ઈનામ પણ આપ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us