બાઇક સ્ટંટ કરતા ત્રણ અજાણ્યા વ્યક્તિઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને આવા સ્ટંટ કરનારાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં બની હતી.
ટ્રાફિક પોલીસે લખ્યું હતું કે, “BKC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ઓળખ કરવા માટે તપાસ ચાલી રહી છે. જો કોઈને આ વીડિયોમાંના વ્યક્તિઓ વિશે કોઈ માહિતી હોય, તો તમે અમને સીધું DM કરી શકો છો.” વીડિયોમાં એક પુરુષ બાઇક ચલાવતો જોઈ શકાય છે. બાઇક પર એક મહિલા તેની આગળ બેઠી છે અને બીજી મહિલા તેની પાછળ છે. ફૂટેજમાં, આગળની મહિલાએ બાઇક ચલાવનારને પકડી રાખ્યો છે. જ્યારે પાછળની મહિલાએ પણ બાઇક સવારને જોરથી પકડી રાખ્યો હતો. બાઇક ચલાવનાર બાઇક ચાલુ કરે છે અને ધીમે ધીમે એને એક વ્હીલ પર ચલાવવા માંડે છે. એ સમયે તેઓ આનંદની કિકિયારીઓ પાડી રહેલા જોવા મળે છે. બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત હોવા છતાં પણ ત્રણેમાંથી કોઇએ હેલ્મેટ પહેરી નથી અને આ ખતરનાક અને જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં જો જરાક અમસ્તી ચૂંક થઇ તો પણ જાન જવાના પૂરી શક્યતાઓ રહેલી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz