ગઈ કાલે ઘોડબંદરથી થાણે તરફ આવતા રોડ પર કન્ટેનર ટ્રકનો અકસ્માત થયો હતો જેમાં ઓઇલ ભરેલું કન્ટેનર પલટી જતા રોડ પર તેલ ઢોળાઇ ગયું હતું. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ કન્ટેનરમાં બેન્ઝિલ ક્લોરાઇડના કુલ 80 ડ્રમ (220-લિટર પ્રતિ ડ્રમ કુલ 17600 લિટર) રાખવામાં આવ્યા હતા, જે અકસ્માતને કારણે રસ્તા પર ઢોળાઇ ગયા હતા.
આ દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ, અગ્નિશમન દળ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઘટના સ્થળે રોડ પર ઢોળાયેલા તેલ ઉપર માટી નાંખવામાં આવી હતી. અકસ્માતના સ્થળે કન્ટેનરને ક્રેનની મદદથી રોડની બાજુમાં ખસેડવામાં આવ્યું હતું અને અતિ વ્યસ્ત રહેતા ઘોડબંદર રોડને ટ્રાફિક માટે ક્લિયર કરવામાં આવ્યો હતો.આ અકસ્માતમાં કન્ટેનરના ડ્રાઇવરને પણ મામુલી ઇજા થઇ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w