July 20, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાણાં આપીને વિદેશી ચલણ લેવા જતાં રૂા.૧ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ

કાંદિવલી (વે)માં રહેતા અને પાનનો ગલ્લો ધરાવતા અજય યાદવે મુલુન્ડમાં હીરામોંગી હોસ્પિટલ પાસે મળેલા ધૂતારા પાસે ભારતીય નાણાં આપીને વિદેશી ચલણ લેવા જતાં રૂા.૧ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ મુજબ યાદવની પાનની ટપરી પર અચાનક ૧૫ મેની આસપાસ એક અમન નામની વ્યક્તિ સિગારેટ પીવા આવી. અમન દર અઠવાડિયે આવતો અને યાદવ સાથે ઘરોબો બંધાતા તેણે તેની સંબંધી પાસે મોટી સંખ્યામાં વિદેશી ચલણ હોવાનું જણાવ્યું અને યાદવની તેને ભારતીય ચલણમાં બદલી આપવા માટે મદદ માંગી. અમને યાદવને રૂા. ૧ લાખ તે લઈ આવે અને પોતે પણ એક લાખ રૂપિયા લઈ આવશે અને બે લાખની સામે ચાર લાખ રૂપિયા કમાવવાની લાલચ આપી.

જેને પગલે યાદવે તેના કાંદિવલીમાં રહેતા ત્રણ મિત્રો પાસેથી રૂા.૭૫૦૦૦ અને પોતાના રૂા.૨૫ હજાર એમ જમા કરીને અમનને રકમ તૈયાર હોવાનુ જણાવતાં અમને તેમને મુલુન્ડ (વે)માં ગણેશ ગાવડે રોડ સ્થિત હીરામોંગી પાસે બોલાવ્યો અને યાદવ તેના એક મિત્ર સાથે જ્યારે અમન પણ એક માણસ સાથે આવ્યો હતો અને તે થોડો દૂર ગયો અને અમને આ દરમ્યાન યાદવને વિદેશી ચલણ ભરેલી એક બેગ આપી.

યાદવ બેગમાં રકમ તપાસતો હતો તે દરમ્યાન અમન અને તેની સાથેનો માણસ ચૂપચાપ ત્યાંથી સરકી ગયા અને યાદવને બેગમાં વિદેશી ચલણને બદલે કોરા કાગળો મળતા તેને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અંદાજો આવતાં તેણે કથિત અમન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us