માટુંગામાં આઈસ્ક્રીમ પાર્લરમાં ખલેલ પહોંચાડનારા આરોપીઓને રોકવા ગયેલી પોલીસને માર મારવા બદલ કિન્નર સહિત 6 વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ આઈસ્ક્રીમ પાર્લરમાં ઘૂસીને દુકાન માલિકને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
કેટલાક કિન્નર આરોપીઓએ માલિકોની સામે તેમના કપડાં ઉતારી દીધા અને તેમને માર પણ માર્યો, એમ પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં આરોપીઓને નોટિસ આપીને છોડી મુકવામાં આવ્યા હતા. ઘટના બાદ માટુંગા સર્કલ વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટના માટુંગા પૂર્વ વિસ્તારના મહેશ્વરી ઉદ્યાનમાં ‘જસ્ટ ઇન સેવન’ આઈસ્ક્રીમ પાર્લરમાં બની હતી. આરોપીઓ ‘જસ્ટ ઇન સેવન’ દુકાનમાં ઘૂસી ગયા અને દુકાનના માલિક જમશેદ શાપૂર ઈરાની સાથે દુર્વ્યવહાર કર્યો.
ત્યારબાદ તેઓએ દુકાનની બહાર માટીના વાસણ અને દુકાનના જાહેરાત બોર્ડની તોડફોડ કરી હતી. આ સમયે આરોપીઓ પૈકીના બે કિન્નરોએ તેમના કપડા ઉતારી દીધા હતા. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પરંતુ તેઓ સાંભળવાના મૂડમાં ન હતા. અંતે, જ્યારે પોલીસે આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમાંથી એકે પોલીસ વિજય વાડિલેને માર માર્યો હતો. જેના કારણે તેના ડાબા હાથની બે આંગળીઓમાં ઈજા થઈ હતી. તેમજ વાડીલેના સાથી પોલીસ કોન્સ્ટેબલ સાળુંખેને પણ હાથમાં ઈજા થઈ હતી.
આ કેસમાં અમન મિશ્રા, મલિકા ખાન, નૂર પાટીલ, સૂરજ સાખરે, પ્રિયા શેખ, દુર્ગા રાઠોડ વિરૂદ્ધ રમખાણો, સરકારી કામમાં અવરોધ, સરકારી કર્મચારી પર હુમલો કરવા જેવી વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને CrPC હેઠળ નોટિસ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં તપાસ માટે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w