સુપ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકરના નામ, ફોટો અને અવાજનો ઉપયોગ તેમની પરવાનગી વિના મેડિકલ પ્રોડક્ટના પ્રચાર કરવા બદલ મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તેંડુલકરના એક સહયોગીએ ગુરુવારે આ સંબંધમાં પશ્ચિમ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદીએ કહ્યું હતું કે તેને એક દવા કંપનીની ઓનલાઈન જાહેરાતો જોવા મળી એમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પ્રોડક્ટને સચિન સમર્થન આપે છે.
સચિનના નામની વેબસાઇટ પણ જોઈ હતી.એમાં તેંડુલકરના ફોટાનો ઉપયોગ કરીને મેડિકલ પ્રોડક્ટના પ્રચાર કર્યો હતો. તેંડુલકરે કંપનીને તેના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવાની ક્યારેય પરવાનગી આપી ન હતી.આથી સચિનની બદનામી થઈ રહી હતી. તેણે તેના સહાયકને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી,એવું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦,૪૬૫,૫૦૦ હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.આ કેસની વધુ તપાસ ચાલુ છે,એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w