વિરાર-દહાણુ રોડ વિસ્તારના નાગરિકોને મોટી રાહત મળી છે. પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 09051/2 મુંબઈ-ભુસાવલ-મુંબઈ સ્પેશિયલ ટ્રેનને દહાણુ રોડ સ્ટેશન પર રોકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે.
વિશેષ ભુસાવલ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11.55 કલાકે ઉપડશે અને મધ્ય રાત્રિએ 1.53 કલાકે દહાણુ રોડ સ્ટેશન પહોંચશે અને બે મિનિટના રોકાણ બાદ 1.55 કલાકે આગળની મુસાફરી માટે રવાના થશે. આ વિશેષ એક્સપ્રેસ શનિવારથી પરત ફરતી વખતે પણ આ સ્ટેશન પર બે મિનિટ રોકાશે. ઉનાળાના વેકેશન દરમિયાન વધતી ભીડને કારણે દહાણુના પ્રવાસી સંગઠનોએ દહાણુ રોડ સ્ટેશન પર સ્પેશિયલ ટ્રેનો ઉભી રાખવાની માંગ કરી હતી. સ્પેશિયલ ભુસાવલ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી રવાના થયા પછી, ટ્રેન બોરીવલી, બોઈસર અને અન્ય સ્ટેશનો પર ઊભી રહે છે. દહાણુ રોડ સ્ટેશન પર સ્ટોપ થવાથી વિરાર વિસ્તારમાં રહેતા નાગરિકોને ઘણો ફાયદો થશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz