ચેમ્બુરમાં પરીક્ષામાં કોપી કરતાં પકડાયા બાદ ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં ગળાફાંસો ખાધો હતો. શિક્ષકે કિશોરીની માતાને કોપીની જાણ કરતા તે હતાશ થઇ ગઇ હોવાનું કહેવાય છે. આ મામલે ચેમ્બુર પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે.
ચેમ્બુરમાં રહેતી સપના (નામ બદલ્યુ છે) નવમા ધોરણમાં ભણતી હતી. સ્કૂલમાં પરીક્ષા ચાલુ હતી. કિશોરીને પરીક્ષામાં કોપી કરતા શિક્ષકે પકડી હતી આ બાબતની તેની માતાને જાણ કરવામાં આવી હતી. આથી તે નિરાશ થઇ ગઇ હતી.
કલાસમાં કોપી કરતા પકડાતા તેને શરમ લાગી હતી. છેવટે તેણે ડિપ્રેશનમાં ઘરમાં ગળાફાંસો ખાધો હતો. તેના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz