મુંબઈ : બીએમસી દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગોરેગામમાં વીરવાણી ઇન્ડસ્ટ્રિયલ પાસે વિવિધ પ્રકારની આધુનિક સુવિધાવાળું સાર્વજનિક શૌચાલય બનાવવાની યોજના છે. આ શૌચાલયમાં પીવાનું પાણી, મોબાઇલ ચાર્જિંગ પૉઇન્ટ, સ્તનપાન, ઠંડાં પીણાં અને એટીએમ સહિત સૅનિટરી નૅપ્કિન વેન્ડિંગ મશીનની સુવિધા હશે. આ શૌચાલયની છત પર સોલર પેનલ બેસાડાશે.
‘પી’ સાઉથ વૉર્ડના ઇન્ચાર્જ રાજેશ આક્રેના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની સૂચનાથી બીએમસીએ ગોરેગામ-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વીરવાણી ઇન્ડસ્ટ્રિયલ પાસે ૧૪૫૩ ફીટનું તમામ પ્રકારની સુવિધાવાળું સાર્વજનિક શૌચાલય બાંધવાનો નિર્ણય લીધો છે.
આ શૌચાલયમાં વિવિધ સુવિધાની સાથોસાથ નાનાં બાળકોનાં ડાઇપર બદલવા માટેની તથા તેમને સ્તનપાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. શૌચાલયની આસપાસ વિવિધ રંગનાં ફૂલ-ઝાડ રોપાશે અને હાઇવે પર પ્રવાસ કરતા લોકો માટે ચા-કૉફી અને ઠંડાં પીણાંની વ્યવસ્થા પણ હશે. આ આધુનિક ટૉઇલેટમાં મહિલા અને પુરુષ માટે પાંચ- પાંચ તથા દિવ્યાંગ માટે ૧ ટૉઇલેટ બનાવાશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w