મુલુંડમાં એક સિનિયર સિટીઝનને ધોળે દિવસૈ વાતોમાં ફસાવીને ૯૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભમાં, મુલુંડ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ કરેલ છે.
મુલુંડ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૭૧ વર્ષીય દત્તાત્રેય શિંદે મુલુંડના રહેવાસી છે. તાજેતરમાં સવારે ૧૧:૩૦ વાગ્યે પીડિત કોઈ અંગત કામ માટે મુલુંડ વેસ્ટ એસએલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ પીડિત પાસે આવ્યો અને તેને ડેન્ટિસ્ટનું સરનામું પૂછવા લાગ્યો. જ્યારે દત્તાત્રેયે તેને જાણ કરી કે તેમને સરનામું ખબર નથી, ત્યારે અજાણ્યા વ્યક્તિએ પીડિતને તેના વિશે પૂછવાનું શરૂ કર્યું. દરમિયાન, ગુલાબી શર્ટ પહેરેલો અન્ય એક વ્યક્તિ તે જ સ્થળે પહોંચ્યો અને પીડિત સમક્ષ પહેલાંના વ્યક્તિ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું હતું. પીડિત સાથે વાત કરનાર પ્રથમ વ્યક્તિએ બીજા વ્યક્તિની વાતને સાચી જણાવી અને તેને પૈસા આપવા લાગ્યો. જોકે, એ શખ્સે પૈસા લેવાની ના પાડી દીધી હતી.
પછી ગુલાબી રંગનો શર્ટ પહેરેલા વ્યક્તિએ પીડિતને કહ્યું કે તે પીડિતને ભગવાન ગણેશની પૂજા કરવાનો મંત્ર આપી રહ્યો છે. જેના કારણે તેની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. પરંતુ તે પહેલા પીડિતે પોતા પાસે રહેલા તમામ સોનાના દાગીના એક થેલીમાં રાખવાના રહેશે. અજાણ્યા વ્યક્તિના કહેવાથી ભોળવાઈને પીડિતે સોનાના દાગીના કાઢીને બેગમાં રાખ્યા હતા. જેના બાદ ગુલાબી શર્ટ પહેરેલા વ્યક્તિએ કહ્યું કે તેને આ જમીન પર મુકો અને ૧૦ ડગલાં ચાલીને ફરી મારી પાસે આવો. પીડિતા ૧૦ ડગલાં ચાલ્યા બાદ પાછી ફર્યા કે તરત જ બંને વ્યક્તિઓ ત્યાંથી ભાગી ગયા હતાં.
ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પીડિત સમજી ગયા કે બંને અજાણ્યા શખ્સોએ મળીને તેમની સાથે છેતરપિંડી કરી છે. પીડિતે સીધો મુલુંડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તેમને ઘટનાની જાણ કરી હતી. દત્તાત્રેયે પોલીસને જણાવ્યું કે બેગમાં ૬૦,૦૦૦ રૂપિયાની કિંમતની ૨૦ ગ્રામની સોનાની ચેન, ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતની ૧૦ ગ્રામની સોનાની વીંટી, કેટલાક પૈસા અને ઘડિયાળ હતી. જેની કુલ કિંમત ૯૦ હજાર ૩૬૦ રૂપિયા જણાવવામાં આવી રહી છે. હાલ મુલુંડ પોલીસે આઈપીસીની કલમ ૪૨૦ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz