2020માં મલાડ જળાશય ખાતે ભેખડ અને સંરક્ષક ભીંત ધસી પડવાથી 29 જણના મૃત્યુ થયા હતા. 2021માં વિક્રોલી, ભાંડુપમાં ભેખડ ધસી પડવી, જમીન ધસી પડવાથી 32 જણે જીવ ગુમાવવો પડ્યો હતો. મુંબઈમાં ઘાટકોપર અસલ્ફા વિલેજ, સાયન ખાતે એન્ટોપ હિલ, ચેંબુર-વાશી નાકા, ભાંડુપ, ચુનાભઠ્ઠી-કુર્લામાં કસાઈવાડા વગેરે ભાગમાં જોખમકારક ભેખડ આવેલી છે.
ઘાટકોપર-ભાંડુપ-મુલુંડ સહિત મુંબઈમાં 74 ઠેકાણે જોખમકારક તો 45 ઠેકાણે અતિજોખમકારક ભેખડો હોવાનું જણાયું છે. તેથી અહીં રહેતા હજારો રહેવાસીઓનો જીવ મુઠ્ઠીમાં છે. આ ઠેકાણે મહાપાલિકા તરફથી સંરક્ષક ભીંત બાંધવી, જોખમનો ઈશારો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત હવે એનડીઆરએફ તરફથી સંબંધિત રહેવાસીઓને આપત્કાલીન સ્થિતિ બાબતે પ્રશિક્ષણ આપવામાં આવશે.
મુંબઈને અનેક ભાગમાં જોખમકારક ભેખડ, ડુંગરોના ઠેકાણે સેંકડો ઝૂપડપટ્ટીઓ ઊભી થઈ છે. અતિવૃષ્ટિમાં ત્યાં ભૂસ્ખલન, ભેખડ ધસી પડવી, જેવી દુર્ઘટના સર્જાય તો જીવહાની અને આર્થિક નુકસાન થવાનું જોખમ હોય છે. આ પાર્શ્વભૂમિ પર ડુંગરની તળેટીમાં વસેલી ઝૂપડપટ્ટીઓની ભૌગોલિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે મહાપાલિકા જિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાના માધ્યમથી સર્વેક્ષણ કરે છે. એમાં ડુંગરની તળેટીમાં વસેલી જોખમકારક ઝૂપડપટ્ટીઓની સ્થિતિ જાહેર થઈ છે. મુંબઈના 24માંથી 16 વોર્ડમાં જોખમકારક ભેખડ આવેલી છે.
2020માં મલાડ જળાશય ખાતે ભેખડ અને સંરક્ષક ભીંત ધસી પડવાથી 29 જણના મૃત્યુ થયા હતા. 2021માં વિક્રોલી, ભાંડુપમાં ભેખડ ધસી પડવી, જમીન ધસી પડવાથી 32 જણે જીવ ગુમાવવો પડ્યો હતો. મુંબઈમાં ઘાટકોપર અસલ્ફા વિલેજ, સાયન ખાતે એન્ટોપ હિલ, ચેંબુર-વાશી નાકા, ભાંડુપ, ચુનાભઠ્ઠી-કુર્લામાં કસાઈવાડા વગેરે ભાગમાં જોખમકારક ભેખડ આવેલી છે.
આવી રીતે ધ્યાન રાખવામાં આવશે :
અતિજોખમકારક ભેખડના ઠેકાણે સંરક્ષક ભીંત બાંધવા માટે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પ્રશાસન અને બીજા પ્રાધિકરણોને પોતપોતાની હદમાં જોખમકારક ઠેકાણાને સંરક્ષિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયાની સૂચના અનુસાર જોખમકારક ભેખડોના ઠેકાણે જોખમકારક પથ્થર કાઢવા, જોખમકારક વૃક્ષોની કાપકૂપ કરવી, પાણીના નિકાલ માટે વ્યવસ્થા, ભીંતમાં પડેલી તિરાડો પૂરવી જેવી ઉપાયયોજના કરવામાં આવશે.
125 મહાપાલિકા સ્કૂલમાં આપત્કાલીન નિવાસ
મુંબઈમાં ખાસ કરીને ચોમાસામમાં આવતું પુર, સમુદ્રનું પાણી વસતિમાં ઘુસવાનું જોખમ, સમુદ્રકિનારે વસેલી ઝૂપડપટ્ટીઓ જેવા ઠેકાણે આપત્કાલીન સ્થિતિ ઊભી થાય તો નાગરિકોનું હંગામી સ્થળાંતર કરવા માટે આ વર્ષે પણ મહાપાલિકાની 125 સ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાં મહાપાલિકા તરફથી ભોજન, પાણી, સ્વચ્છતાગૃહ અને જરૂર પડશે તો પ્રાથમિક સારવારની વ્યવસ્થાનું નિયોજન કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકાના આપત્કાલીન વિભાગ તરફથી આપવામાં આવી છે.
મુંબઈની સુરક્ષા માટે વધુ બે ટીમ
મુંબઈમાં કોઈ પણ દુર્ઘટનાના સમયે એનડીઆરએફ તરત બચાવકાર્ય માટે પહોંચે છે. છેલ્લા થોડા વર્ષોથી વધેલી દુર્ઘટનાની સંખ્યાની પાર્શ્વભૂમિ પર બે અતિરિક્ત ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અતિવૃષ્ટિ સહિતઅનેક દુર્ઘટનાઓમાં બચાવકાર્ય કેવી રીતે કરવું, પોતાનો અને બીજાનો જીવ કેવી રીતે બચાવવો એ બાબતે એનડીઆરએફના જવાનો તરફથી મુંબઈગરાઓને પ્રશિક્ષણ આપવામાં આવશે. એના માટે મહાપાલિકાના આપત્કાલીન વિભાગના કાફલામાં 45 જવાનના સમાવેશવાળી વધુ બે ટીમ આ વર્ષે ચોમાસા પહેલાં દાખલ થશે. તેથી મુંબઈગરાઓની સુરક્ષા વધુ મજબૂત થશે. હાલની સ્થિતિમાં ત્રણ ટીમ અંધેરી ખાતે હોય છે. નવી બે ટીમ શહેર વિભાગમાં ભાયખલા અને પરેલમાં તૈનાત કરવાનું નિયોજન છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w