એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ સાયરસ પુનાવાલાના ભાઇ જવારેહ પુનાવાલાની ૪૧ કરોડ રૃપિયાની સંપતિ જપ્ત કરી હતી. એજન્સીઓના કહેવા મુજબ તેમણે ફેમાના નિવમોનું ઉલ્લંઘન કર્યું હતું. જવારેહ પુનાવાલાને સાયરસ પુનાવાલાની સીરમ ઇન્સ્ટિટયૂટ સાથે કાંઇ લેવા-દેવા નથી.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ જાણકારી મુજબ જવારેહનું નામ પનામા પેપર્સમાં આવ્યું હતું. ફોરેન એક્સચેન્જમા મળેલ અનિયમિતતા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સંદર્ભે ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશી મુદ્રા નિયમોના ઉલ્લંઘનના પ્રકરણમાં ફેમા કાયદા હેઠળ જવારેહ સોલી પુનાવાલા અને તેમના પરિવારની ત્રણ ઓફિસ જપ્ત કરવામાં આવી હતી. આ ઓફીસ મુંબઇના વરલી વિસ્તારમાં આવેલી છે. ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું હતું કે જવારેહ સોલી પુનાવાલા અને તેમનો પરિવાર એલઆરએસ સ્કીમનો ખોટો ઉપયોગ કરી વિદેશમાં પૈસા મોકલતા હતા. તેમના પરિવારે ૨૦૧૧-૧૨ વચ્ચે અધિકતમ પરવાનગી પ્રાપ્ત રકમનો ઉપયોગ કર્યોહતો. ત્યાર બાદ તેમણે ખોટી જાણકારી આપી વિદેશમાં પૈસા મોકલાવ્યાહતા. જોકે તેમના પરિવારનો કોઇ સભ્ય વિદેશમાં રહેતો નહોતો કે પછી કોઇની પાસે પણ એનઆરઆઇનું સ્ટેટ્સ પણ નહોતું.
ઉલ્લેખનીય છે કે પનામા પેપર એપ્રિલ ૨૦૧૬માં સામે આવ્યું હતું. જેમાં ૧.૧ કરોડ દસ્તાવેજ હતા જે નાણાકીય નિયમોના ઉલ્લંઘન સાથે જોડાયેલા હતા. આ ડેટા લીક જર્મન ન્યૂઝપેપરને મળ્યા હતા. પનામા પેપરમાં ભારતના અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે. જવારેહ પરિવારે યુ.કે.માં પાંચ સંપતિઓ ખરીદી હતી. આ ચારેય પ્રોપર્ટીઓ પૈડિગટન અને લંડનમાં આવેલ છે. એજન્સીઓને જાણવા મળ્યું હતું કે ફંડ ટ્રાન્સફર બાબતેના નિયમો અને કાયદાઓને આતરી આ કરવામાં આવ્યું હતું તેમજ આ બાબતની જાણ આરબીઆઇને પણ કરવામાં આવી નહોતી તેમજ હજી સુધી તેઓ જ આ સંપતિના માલિક છે. લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ હેઠળ આ નાણા વિદેશમાં મોકલવામાં આવ્યાહતા. જોકે તેની પણ એક સીમાં હોય છે જેનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w