જે.જે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું શિક્ષણ લેતા ડોકટરો માટે ટૂંક સમયમાં ચાર નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. ઈમર્જન્સી મેડિસિન, ઈંટરવેશન રેડિયોલોજી, જેરિએટ્રિક અને ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યૂઝન એમ ચાર નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. એમાંથી ઈમર્જન્સી મેડિસિન અભ્યાસક્રમની 5 સીટને માન્યતા મળી છે અને બીજા અભ્યાસક્રમનું સર્વેક્ષણ થયું છે. ટૂંક સમયમાં તેને માન્યતા મળશે.
જે.જે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને અદ્યતન જ્ઞાન અને કૌશલ્ય મળે એ માટે આ વર્ષથી ચાર નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. આ અભ્યાસક્રમ શરૂ કરવા બાબતે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. એમાંથી ઈમર્જન્સી મેડિસિન અભ્યાસક્રમની 5 સીટને આયોગ તરફથી માન્યતા મળી છે.
એ જ પ્રમાણે ઈંટરવેશન રેડિયોલોજી, જેરિએટ્રીક અભ્યાસક્રમની તપાસ આયોગ તરફથી કરવામાં આવી છે. આ સંદર્ભે ટૂંક સમયમાં માન્યતા મળે એવી શક્યતા છે. તેમ જ રક્ત સંક્રમણ સંદર્ભમાં મહત્વપૂર્ણ ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યૂઝન અભ્યાસક્રમ સંદર્ભે આયોગ તરફથી આ અઠવાડિયે તપાસ કરવામાં આવે એવી શક્યતા છે.
તેથી ઈંટરવેશન રેડિયોલોજી, જેરિએટ્રિક અને ઈમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યૂઝન એમ ત્રણેય અભ્યાસક્રમને માન્યતા મળતા નવા શૈક્ષણિક વર્ષથી આ પોસ્ટ ડિગ્રી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે એવી માહિતી જે. જે. હોસ્પિટલના ડીન ડો. પલ્લવી સાપળેએ આપી હતી.
અકસ્માત વિભાગમાં અદ્યતન સારવાર
ઈમર્જન્સી મેડિસિન અભ્યાસક્રમ શરૂ કરવા સાથે જ એનો સ્વતંત્ર વિભાગ પણ સ્થાપવામાં આવશે જેથી હોસ્પિટલમાં અકસ્માત વિભાગમાં આવતા દર્દીઓની તરત તપાસ કરીને તેમના પર અદ્યતન સારવારની દિશા નક્કી કરવામાં આવશે. આ વિભાગ 24 કલાક ચાલુ રાખવામાં આવવાનો હોવાથી દર્દીઓને અદ્યતન સારવાર મેળવવામાં મદદ થશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w