થાણેમાં ઘોડબંદર રોડ પર સિનેવંડર મોલ તથા ઓરિયન બિઝનેસ પાર્કમાં ગઇકાલે રાતે લાગેલી વિકરાળ આગ ૧૭ કલાકે આજે બપોરે બૂઝાઇ હતી. આગમાં ૨૭ ઓફિસ, ૨૬ વાહન સળગી ગયા હતા. સદ્ભાગ્યે આગમાં કોઇ જાનહાની થઇ નહોતી. આગ કેવી રીતે લાગી એની માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
થાણે (પશ્ચિમ)માં ઘોડબંદર રોડ પર કાપૂરબાવડી ખાતે પાંચ માળના ઓશિયન બિઝનેસ પાર્કમાં ગઇકાલે રાતે ૮.૩૦ વાગ્યે આગ લાગી હતી. પછી બાજુમાં આવેલા સિનેવંડર મૉલમાં આગ પ્રસરી ગઇ હતી. બિઝનેસ પાર્ક બિલ્ડિંગમાં ખાનગી બ્લડ બેન્ક સહિત ૯૦ દુકાન, ઓફિસ હતી.
આગના લીધે રાત્રે ઘોડબંદર રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અગ્નિશામક દળના જવાનોએ સાત ફાયર એન્જિન, આઠ વૉટર ટેન્કર, ત્રણ જમ્બો વૉટર ટેન્કર, બે રેસ્ક્યુ વાહન, એક બ્રાંનટો વાહન, છ જીપ, એક બુલેટ, ચાર પ્રાયવેટ વૉટર ટેન્કર, એક પિકઅપ વાહન, બે જેસીબી મશીનની મદદથી આગ પર કાબૂ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
થાણે ઉપરાંત મુંબઇ, નવી મુંબઇ, ભિવંડી, નિઝામપુરા, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આમ છેવટે આજે બપોરે ૧.૩૦ વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં આવ્યો હતો.
પરંતુ આગમાં પહેલા માળ પર એક ઓફિસ, બીજા માળા પર એક ઓફિસ, ત્રીજા માળા પર બે ઓફિસ, ચોથા માળ પર બે ઓફિસ પાંચમાં માળા પર ૨૧ ઓફિસ સળગી જતા ભારે નુકસાન થયું હતું. પઝલ પાર્કિંગમાં ત્રણ કાર ૨૩ બાઇક સળગી ગઇ હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w