છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પ્લેટફોર્મ પરથી હવે 24 કોચની મેલ-એક્સપ્રેસ ઉપલબ્ધ થશે. સીએસએમટીમાં પ્લેટફોર્મ નંબર 10-11ના વિસ્તરણનું ચાલી રહેલું કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. આનાથી પ્રતિમેલ-એક્સપ્રેસની 24 કોચવાળી ટ્રેનોની બેઠક ક્ષમતામાં 800નો વધારો થશે.
મુંબઈ ડિવિઝન અને સેન્ટ્રલ રેલવે હેડક્વાર્ટરના વરિષ્ઠ રેલવે અધિકારીઓએ ભેગા થઈને આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું આયોજન શરૂ કર્યું. રેલવે ટ્રાફિકને અકબંધ રાખવા માટે પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નંબર 10-11 અને બીજા તબક્કામાં પ્લેટફોર્મ નંબર 12-13નું વિસ્તરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ મહત્વપૂર્ણ છે અને સપ્ટેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાનું આયોજન છે. જેના કારણે CSMT આવતી કેટલીક ટ્રેનોને દાદર સ્ટેશન સુધી દોડાવવામાં આવશે. સપ્ટેમ્બર સુધી ટ્રેનોના સ્ટોપમાં ફેરફાર થશે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આગામી દિવાળીમાં CSMTથી વધારાની 24 કોચવાળી ટ્રેનો દોડાવવાનું આયોજન છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w