ચોમાસામાં જોખમકારક ઈમારત ધસી પડવાનો ડર હોય છે. તેથી મહાપાલિકા તરફથી આવી ઈમારતોનું ચોમાસા પહેલાં સર્વેક્ષણ કરવામાં આવે છે. મહાપાલિકાએ આ વર્ષે મુંબઈમાં નિવાસી અને અનિવાસી ઈમારતોના કરેલા સર્વેક્ષણમાં જૂની અને જર્જરિત થયેલી 216 ખાનગી ઈમારત અતિ જોખમકારક હોવાનું જણાયું છે.
આ તમામ ઈમારત અતિ જોખમકારક એટલે સી-1 ક્લાસની છે. એમાંથી 97 ઈમારતને ચોમાસા પહેલાં જ ખાલી કરાવવાનો પડકાર મહાપાલિકા સમક્ષ છે. મહાપાલિકા તરફથી દર વર્ષે ચોમાસા પહેલાં શહેર અને ઉપનગરોમાં તમામ ખાનગી અને મહાપાલિકાની માલિકીની ઈમારતનું સર્વેક્ષણ કરવામાં આવે છે. મહાપાલિકાએ જૂની અને જર્જરિત થયેલી ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવતા સૌથી વધારે 114 ઈમારત પશ્ચિમ ઉપનગરમાં, શહેરમાં 36 અને પૂર્વ ઉપનગરમાં 66 ઈમારતમાં અતિ જોખમકારક હોવાનું જણાયું છે. જોરદાર વરસાદમાં અતિ જોખમકારક ઈમારત ધસી પડતા દુર્ઘટના બને છે. અનેક રહેવાસીઓ ઈમારત ખાલી કરવાનું ટાળે છે.
કેટલાક જણ કોર્ટમાં જઈને સ્ટે મેળવવાનો પ્રયાસ કરે છે. તેથી અનેક ઈમારત જૈસે થે સ્થિતિમાં રહે છે. આ બાબત ધ્યાનમાં રાખતા મહાપાલિકાએ જોખમકારક ઈમારત ખાલી કરવા અને તોડી પાડવા સુનિશ્ચિત કાર્યપદ્ધતિ શરૂ કરી છે.
મહાપાલિકાની આ કાર્યપદ્ધતિના કારણે પાંચ વર્ષ પહેલાં અતિ જોખમકારક જણાયેલી 619 ઈમારતની સંખ્યા આ વર્ષે ઓછી થઈ છે. એમાંથી કેટલીક ઈમારત તોડી પાડવામાં આવી છે. જોકે હજી 216 અતિ જોખમકારક એટલે કે સી-1 ક્લાસની હોવાનું જણાયું છે.
એમાં 110 ઈમારત સાથે સંબંધિત પ્રકરણ કોર્ટમાં છે. 9 ઈમારતના પ્રકરણ ટેકનિકલ સલાહકાર સમિતિ પાસે છે. તેથી મહાપાલિકાના સંબંધિત વિભાગની બાકીની 97 ઈમારત ચોમાસા પહેલાં ખાલી કરાવીને તોડી પાડવાની છે.
સ્ટ્રકચરલ ઓડિટ ફરજિયાત
રાજ્ય સરકાર અને મહાપાલિકાની બાંધકામ નિયમાવલી અનુસાર 30 વર્ષ જૂની ઈમારતની સ્ટ્રકચરલ ઓડિટની તપાસ ફરજિયાત છે. જે ઈમારત અતિ જોખમકારક જણાય છે તેમાંના ઘર ખાલી કરવા માટે મહાપાલિકા કાયદો 1888ની કલમ 354 અનુસાર નોટિસ બજાવવામાં આવે છે.
તો પોલીસની મદદથી કાર્યવાહી
અતિ જોખમકારક જાહેર કરવામાં આવેલી ઈમારતોના રહેવાસીઓને સૂચના, નોટિસ આપીને પણ એ ઈમારતો ખાલી કરવામાં આવતી નથી. આવી ઈમારતોમાં રહેવું જોખમકારક હોવાથી આ ઈમારત તત્કાળ ખાલી કરવી જરૂરી છે. તેથી પોલીસની મદદથી ઈમારતોની યાદી નિશ્ચિત કરીને કાર્યવાહી કરવાનો નિર્દેશ મહાપાલિકા તરફથી આપવામાં આવે છે.
આમ નક્કી થાય છે ઈમારતની શ્રેણી
મુંબઈમાં જૂની ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે છે. એમાં ઈમારતના બાંધકામની સ્થિતિ જોઈને સી-1, સી-2 અને સી-3 એમ વર્ગ કરવામાં આવે છે. સી-1માં મૂકેલી ઈમારત અતિ જોખમકારક માનવામાં આવે છે. સી-2ની યાદીમાંની ઈમારતના બાંધકામને રિપરીંગની જરૂર હોય છે. સી-3 ઈમારતનું નજીવું રિપેરીંગ જરૂરી હોય છે. નિયમાનુસાર રહેવાસીઓને નોટિસ બજાવીને સાત દિવસની અંદર ઈમારત ખાલી કરવાનો આદેશ પ્રશાસન તરફથી આપવામાં આવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w