July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

કલવાની છત્રપતિ શિવાજી મહારાજ સરકારી હોસ્પિટલમાં જૂન મહિનામાં ૨૧ નવજાત શિશુ મૃત્યુ પામ્યા

થાણે પાસે આવેલા કલવાની છત્રપતિ શિવાજી મહારાજ સરકારી હોસ્પિટલમાં જૂન મહિનામાં ૨૧ નવજાત શિશુ મૃત્યુ પામ્યા હતા. આ જ હોસ્પિટલમાં ગયા વર્ષે ૨૪ કલાકમાં ૧૮ દરદીએ જીવ ગુમાવ્યો હતો ત્યારે ભારે વિવાદ થયો હતો. તે વખતે હોસ્પિટલના ડોક્ટરો સહિતના પદાધિકારીઓ સામે પગલાં લેવાયાં હતાં અને તપાસ કમિટી પણ રચાઈ હતી. હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રકચર તથા સ્ટાફમાં વધારો કરવાની જાહેરાતો થઈ હતી. પરંતુ, તે પછી પણ ફરક નહિ પડયો હોવાનું સ્પષ્ટ થયું છે. 

હોસ્પિટલના ડિન ડો. રાકેશ બારોટે તાજા જન્મેલા બાળકોના મૃત્યુની ઘટનાને પુષ્ટી આપતા જણાવ્યું હતું કે વિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઇસીયુ)માં એક મહિનામાં ૨૧ શિશુ (છ સેપ્ટિક અને ૧૫ નોન-સેપ્ટિક) મૃત્યુ પામ્યા હતા. જોકે, તેમના દાવા અનુસાર આ આંકડો બહુ ભયાવહ નથી. 

આમાંના મોટા ભાગના શિશુને બચાવવામાં ખાનગી હોસ્પિટલોના પ્રયાસ નિષ્ફળ ગયા પછી અત્યંત ગંભીર હાલતમાં કલવા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડા ડો.  પનોદે કહ્યું હતું ક ે બાળકના જન્મ પછી  જે ગોલ્ડન અવર્સ ગણાય એ દરમિયાન આમાંના મોટા ભાગના શિશુઓને સારવાર નહોતી મળી. એટલે ખાનગી હોસ્પિટલોમાંથી જ્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાં સુધીમાં કિંમતી સમય વેડફાઈ ગયો હતો.

બીજા એક ડોક્ટરે કહ્યું હતું કે ઘણી ખાનગી હોસ્પિટલવાળા બાળકોને દાખલ કરી પેરેન્ટ્સ પાસેથી ઊંચી ફી પડાવે છે અને તબિયત ગંભીર બને એટલે હાથ ઊંચા કરી દે છે અને કહે છે કે ગવર્નમેન્ટ હોસ્પિટલમાં લઈ જાય. આ હોસ્પિટલમાં નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વિભાગમાં ૩૫ બેડની સુવિધા છે,  પાલઘર અને થાણે બન્ને જિલ્લાના બાળદરદીઓને પહોંચી વળવા માટે આટલા બેડ પર્યાપ્ત નથી.  એનઆઇસીયુ સુવિધાવાળી બીજી સરકારી હોસ્પિટલ ઠેઠ નાસિકમાં આવેલી છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ ગણાતા વિસ્તારમાં ગયા ડિસેમ્બરમાં ૧૮ દરદીઓના મૃત્યુના પગલે શિંદે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને વ્યવસ્થા સુધારવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં કોઈ સુધારો થયો હોય એવું દેખાતું નથી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us