નાગપુર થી શીરડી સુધી તૈયાર થયેલો સમૃદ્ધિ મહામાર્ગનો પ્રથમ તબક્કો જનતા માટે ખોલવામાં આવ્યો. ત્યાર પછી અકસ્માતોની સંખ્યામાં વધારો થવા લાગ્યો. આથીનાગપુર ગ્રામીણ આરટીઓએ ટાયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જો વાહનના ટાયર યોગ્ય સ્થિતિમાં ન હોય તો સમૃદ્ધિ હાઈવે પર વાહન ચલાવી શકશો નહીં. રસપ્રદ વાત એ છે કે આવા વાહનોના પ્રવેશ પર રોક લગાવવા ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ હેઠળ ૨૦ હજાર રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે.
સમૃદ્ધિ મહામાર્ગ જે મહારાષ્ટ્રની ઉપ-રાજધાની નાગપુર અને રાજધાની મુંબઈને જોડશે. તે ડિસેમ્બરથી બધા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ હાઇવે મહારાષ્ટ્રના ૧૦ મહત્વના જિલ્લાઓમાંથી પસાર થતા ૩૯૨ ગામો અને ૨૪ તાલુકાઓમાંથી પસાર થાય છે. આ હાઇવેનો પ્રથમ તબક્કો ૧૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો.
દરમિયાન અગાઉ આરટીઓએ હાઇવે પરના વાહનોની સઘન તપાસ કરી દોષિત વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ડેપ્યુટી કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ રોડ સેફ્ટી ભરત કાલસ્કરે સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતના કારણો અને પગલાંનું નિરીક્ષણ કર્યું હતું. અને અધિકારીઓની સંયુક્ત બેઠક યોજી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
સુરક્ષિત પ્રવાસ માટે ટાયર સારી સ્થિતિમાં હોવા જોઈએ. કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં ટાયર ફાટવાની સંખ્યામાં વધારો થયો છે. તેમજ છેલ્લા ચાર મહિનામાં સમૃદ્ધિ હાઈવે પર ૩૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
નાગપુર ગ્રામીણ પ્રાદેશિક પરિવહન અધિકારી વિજય ચવ્હાણના જણાવ્યા અનુસાર હાલમાં ત્રણ વાહનોને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટાયરની આયુષ્ય પણ હોય છે. સમૃદ્ધિ હાઇવે પર અકસ્માતો ન થાય તે માટે એર વેલોસીટી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચવ્હાણે એમ પણ કહ્યું કે જેમના ટાયર સારી સ્થિતિમાં નથી તેમની સામે યોગ્ય દંડાત્મક પગલાં લેવામાં આવશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz