કાંદિવલીમાં બાળકોની મારઝૂડ કરનારી બે શિક્ષિકા સામે કેસ નોંધી પોલીસે વધુ તપાસ આદરી છે. સીસીટીવીના આધારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ ચોંકાવનારી ઘટના કાંદિવલીના એસ.વી.રોડ પાસે પ્લેગુ્રપમાં બની હતી. શિક્ષિકાઓ બેથી અઢી વર્ષના બાળકોને હાથથી મારતા, હાથ પકડીને ઢસેડતા, ગાલ પર ચીમટા ભરતા, માથા પુસ્તક મારવી, બાળકોને ઉપાડીને બાજુ પર પટકતા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
ગત થોડા દિવસથી ફરિયાદી મહિલાના બે વર્ષના પુત્રના વર્તનમાં બદલાવ આવ્યો હતો. આ માસૂમ નજીવી બાબતે ગુસ્સે થઇ ઘરના લોકોને મારવા જતો હતો. આથી તેના માતા- પિતાએ પ્લેગુ્રપના અન્ય બાલકોના વાલીઓની આ બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે તેમના બાળકો પણ ઘરમાં આવી રીતે જ વર્તન કરતા હોવાની જાણ થઇ હતી. પછી વાલીઓએ પ્લેગુ્રપના માલિકને ફરિયાદ કરી હતી. છેવટે ૧થી ૨૭ માર્ચ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા ત્યારે મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
ગુસ્સે ભરાયેલા વાલીઓ કાંદિવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બંને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શિક્ષિકા જીનલ છેડા અને સહશિક્ષિકા ભક્તિ સામે જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એકટ ૨૦૦૦ હેઠળ કેસ નોંધ્યો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz