ઉનાળાના વેકેશનમાં બહારગામ જતા લોકોના બંધ ફ્લેટ કે ઘરને નિશાન બનાવતા ચોરટા અને ઘરફોડુઓ દ્વારા ચોરીની ઘટનામાં છેલ્લાં એક મહિનામાં વધારો થયો છે. હવે તો બંધ ઘરોમાંથી રાત્રે જ નહીં દિવસે પણ ચોરી થવા માંડી છે. દુકાનો અને કંપનીઓમાં રજાને દિવસે ચોરીની વધુ ઘટના બને છે.
ઘાટકોપર, મુલુંડ, વિલે-પાર્લે અને સાંતાક્રુઝ સહિતના પરાંમાં ત્રણ મહિનામાં ૧,૪૬૬ ચોરીના કેસ બન્યા હતા. આમાં ૨૫૦ ઘરફોડી રાત્રે કરવામાં આવી હતી જ્યારે ૫૬ ઘટના દિવસે બની હતી. પોલીસે લોકોને અપીલ કરી છ ેકે બહારગામ જતી વખતે બારી- બારણા બરાબર બંધ કરો,
હાઉસિંગ સોસાઇટીમાં ફ્લેટ હોય તો સિક્યોરિટીવાળાને અથવા સોસાઇટીના હોદ્દેદારોને કેટલા દિવસ ફ્લેટ બંધ રહેશે તેની જાણ કરો અને ફ્લેટની અંદર પણ સીસીટીવી કેમેરા ગોઠવી તેને મોબાઇલ સાથે કનેક્ટ કરવાની સલાહ આપી છે.
મુંબઈમાં કેટલીક જૂની અને નાની સોસાયટીઓમાં સિક્યોરિટી એટલી ફૂલ પ્રુફ હોતી નથી. ત્યાં તસ્કરો આસાનીથી કોઈ ફલેટને નિશાન બનાવી દે છે. પ્રતિકાર ન થાય તે માટે તેઓ બંધ ઘરને વધારે નિશાન બનાવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w