થાણેની મોટર એક્સિડન્ટ ક્લેમટ્રિબ્યુનલ (એમએસીટી)એ ૨૦૧૯માં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા એક ૩૩ વર્ષીય વ્યક્તિના પરિવારને ૧.૧૯ કરોડ રૃપિયાનું વળતર આપ્યું હતું.
એમએસીટીના સભ્ય એમએમ વલીમોહમ્મદે, ૨૫ એપ્રિલના રોજ પસાર કરેલ એક આદેશમાં વાહનની માલિકી ધરાવતી સિલવાસાની ગુલનાર પ્લાસ્ટિક પ્રા.લી (સિલવાસા) જે અકસ્માત આચરનાર વાહનના માલિક છે તેમને અને તેમની વીમા કંપની ટાટા -એઆઇજી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને સંયુક્ત રીતે અને અલગથી ૧.૧૯ કરોડની ચૂકવણી બે મહિનાની અંદર દાવાની તારીખથી સાત ટકા વ્યાજ સાથે કરવાનો નિર્દેશ કર્યો હતો. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ નીવડશે તો બુધવારે ઉપલબ્ધ કરાયેલા આદેશની નકલ મુજબ, વળતરની રકમની વસૂલાત થાય ત્યાં સુધી તેઓએ આઠ ટકાના વ્યાજ ચૂકવવું પડશે.
અરજીમાં દાવેદારો મૃતક શૈલેષ મિશ્રાની પત્ની, સગીર પુત્રી અને માતા- પિતાનો સમાવેશ થતો હતો. તેમના વકીલ એસએલ માનેએ એમએસીટીને જણાવ્યું હતું કે મિશ્રા એક ગારમેન્ટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને દર મહિને ૬૦ હજાર રૃપિયાનો પગાર મેળવતા હતા. દાવેદારોની રજૂઆત મુજબ ૧૭ જૂન, ૨૦૧૯ના રોજ મિશ્રા મુંબઇના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલીથી અંધેરી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ગોરેગાંવના દુર્ગાડી પાસે બીજી એક કાર રોંગ સાઇડથી ખૂબ સ્પીડમાં આવી અને મિશ્રાની કારને ટક્કર મારી હતી. મિશ્રાને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દાવેદારોએ જણાવ્યું હતું કે મિશ્રા પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. કારના માલિક અને વીમાદાતાના વકીલોએ વિવિધ આધારો પર દાવો લડયો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w