July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

 ઝિકા વાઈરસના કેસ વધતાં સ્વાસ્થ્ય મંત્રાલયના સતર્કતાના નિર્દેશ

મહારાષ્ટ્રમાં ઝિકા વાઈરસના કેસ વધતાં સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સ્વાસ્થ્ય સેવાના મહામંત્રી ડો. અતુલ ગોયલ દ્વારા સતર્ક રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં 2 જુલાઈ સુધી પુણેમાં 6, કોલ્હાપુર 1, સંગમનેરમાં 1 કેસ નોંધાયો છે.

ઝિકાનો સંબંધ ચેપી ગરોદર સ્ત્રીના ઉદરના ગર્ભમાં મગજની વૃદ્ધિના અને મજ્જાસંસ્થાના દોષ સાથે હોવાથી આવા કિસ્સાઓ પર સતત દેખરેખ રાખવા ડોક્ટરને સાવધ કરવાનું જરૂરી છે. રાજ્યોએ વાઈરસ પ્રભાવિત ક્ષેત્રનાં સ્વાસ્થ્ય સુવિધા કેન્દ્રોને અથવા અસરગ્રસ્ત વિસ્તારના દર્દીઓ પર ઉપચાર કરનારાં કેન્દ્રોને ઝિકા વાઈરસના ચેપ માટે ગર્ભવતી મહિલાઓની તપાસ કરવી, ઝિકા વાઈરસ લાગુ થયેલી ગર્ભવતી માતાઓના ગર્ભની વૃદ્ધિ પર ધ્યાન રાખવું અને કેન્દ્ર સરકારના માર્ગદર્શક સૂચનો અનુસાર કામ કરવં એવા નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સુવિધા અને હોસ્પિટલોએ દેખરેખ રાખવા અને પોતાનું સંકુલ એડીસ મચ્છરોથી મુક્ત રાખવા એક નોડલ ઓફિસરને તહેનાત કરવાનો પણ નિર્દેશ અપાયો છે.

રાજ્યમાં નિવાસી વિસ્તારો, કાર્યસ્થળો, શાળા, બાંધકામ સ્થળો, સોસાયટીઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓમાં કીટકશાસ્ત્રીય દેખરેખ મજબૂત બનાવવી અને રોગવાહક સૂક્ષ્મજીવ પ્રતિબંધ ઉપક્રમનો વધુ પ્રભાવશાળી રીતે અમલ કરવો જોઈએ. ઝિકા કોઈ પણ અન્ય વાઈરસ જેવો હોઈ મોટે ભાગે પ્રકરણો લક્ષણો નહીં હોય અને સૌમ્ય હોવાથી સમાજમાં ભીતી ઓછી કરવા સોશિયલ મિડિયા દ્વારા જાગૃતિ વધારવી જોઈએ. આ વાઈરસનો સંબંધ ગર્ભની વૃદ્ધિ સાથે હોવા છતાં 2016 પછી દેશમાં ઝિકા વાઈરસ સંબંધિત મગજની વૃદ્ધિના દોષનાં પ્રકરણ મળી આવ્યાં નથી. આમ છતાં રાજ્યના સત્તાવાળાઓએ સતર્ક રહેવું જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.

2016માં ગુજરાતમાં પ્રથમ કેસ
​​​​​​​ઝિકા વાઈરસ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા એડીસ મચ્છરને લીધે ફેલાતા વાઈરસજન્ય બીમારી છે. આ બીમારી વિશેષ ઘાતક નથી. છતાં ઝિકા પ્રભાવિત ગર્ભવતી મહિલાઓમાં જન્મેલા બાળકોના મગજનો આકાર નાનો હોવો આ સ્થિતિ સાથે સંબંધિત હોવાથી આ ચિંતાનું મુખ્ય કારણ છે. બારતમાં 2016માં ગુજરાતમાં પ્રથમ ઝિકા વાઈરસના ચેપની નોંધ થઈ હતી. ત્યારથી તામિલનાડુ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટરમાં અનેક દર્દીઓની નોંધ થઈ છે, એમ સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us